કેવડિયાઃ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન સરકારી તંત્રની ભૂલના કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, ત્યારે નર્મદા પોલીસે દેવદૂત બનીને બાજી સંભાળી લીધી હતી. નર્મદા પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીને લોકોએ વખાણી હતી. નર્મદા એલસીબી અને એસઓજીની તમામ પોલીસ ટીમે નાવડીમાં લોકોને બેસાડ્યા, ઉતાર્યા અને સાથે વ્યવસ્થાને સંભાળી લીધી હતી.

