વિજાપુરઃ માણેકપુરા (ડાભલા) ગામના પ્રવીણભાઇ ચૌધરી પરિવારના ચાર સભ્યોનું કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં નદીમાં બોટ પલટતાં અપમૃત્યુ થયું હતું. એક જ પરિવારના આ ચારેય સભ્યોના મૃતદેહોના અંતિમસંસ્કાર કેનેડામાં રહેતા ચૌધરી સમાજના અગ્રણીઓએ સોમવારે સંપન્ન કર્યા હતા.
ગત વર્ષે ડિંગુચાના પટેલ પરિવારના મૃતદેહ પરત લાવવા તેમના પરિવારે સરકારની મદદથી વિઝા મેળવ્યા હતા, છતાં પરિવારને કેનેડા એરપોર્ટ પરથી જ ઇમિગ્રેશને ડિપોર્ટ કરી દીધા હતા. તેથી માણેકપુરાના પરિવારે પણ વિઝાનો આગ્રહ પડતો મૂકી સ્નેહીજનો દ્વારા કેનેડામાં જ અંતિમક્રિયાનો નિર્ણય લેવાયો હતો.

