ભુજનો અનાથ પ્રેરક નાસાના ડોક્ટર દંપતીનો પ્રિન્સ બન્યો

Wednesday 12th April 2023 07:18 EDT
 
 

ભુજઃ ત્યજાયેલા નવજાત બાળકોને છેલ્લાં 69 વર્ષથી સાચવતા કચ્છના મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા બે વર્ષના અનાથ બાળક પ્રેરકને અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાના ઇજનેર અને તબીબી દંપતીને વિધિવત દત્તક અપાયો છે. જેમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે સંસ્થાના પરિસરમાં સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, સમાજ સુરક્ષા અધિકારી તેમજ સંસ્થાના હોદ્દેદારો- અગ્રણીઓની હાજરીમાં મૂળ ગુજરાતના અને વિદેશમાં વસતા એવા નવીન વૈત્ય તેમજ સિંધુ લોખારને બાળક સોંપ્યું હતું.  ડોક્ટર દંપતીને દત્તક અપાયેલો પ્રેરક બે વર્ષ અગાઉ હૃદયની બીમારી અને શારીરિક અસ્વસ્થતા સાથે મળ્યો હતો, જેને સરકારી યોજના અંતર્ગત અને દાતાઓના સહકારથી તેમજ ડોક્ટરની ટીમની મહેનતથી સ્વસ્થ કરવામાં આવ્યો હતો. 


comments powered by Disqus