રાહુલ ગાંધી સામેના કેસમાં સરકાર પક્ષને નોટિસ અપાઈ

Wednesday 12th April 2023 07:56 EDT
 
 

સુરતઃ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને કરાયેલી બે વર્ષની સજાના કેસમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરાયા બાદ સરકાર પક્ષને આજે નોટિસ ઇશ્યૂ કરી દેવાઈ, જ્યારે આ કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીને હવે ટૂંક જ સમયમાં નોટિસ ઇશ્યૂ કરવામાં આવે એવી સંભાવના છે. રાહુલ ગાંધી તરફે જે અપીલ કરવામાં આવી છે અને સજા અને કસૂરવારની સામે જે સ્ટે માગવામાં આવ્યો છે તેની સામે ફરિયાદ પક્ષને 11 એપ્રિલ પહેલાં વાંધા રજૂ કરવાનું કહેવાયું છે.
નોંધનીય છે કે, 2019માં કર્ણાટકના કોલાર ખાતેની સભામાં રાહુલ ગાંધીએ નીરવ મોદી, લલિત મોદી વગેરેને ટાંકીને કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે. આ નિવેદન બાદ સુરતની કોર્ટમાં પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો, જેમાં નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો. નોંધનીય છે કે, આ કેસમાં હવે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા હાજર રહેશે.


comments powered by Disqus