આહવાઃ પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાના ખેડૂતે સફેદ મુસળીનો પાક લઈ દેશમાં ડાંગનો ડંકો વગાડી દીધો છે. ભવાડી ગામના સાહસિક ખેડૂત જયેશ મોકાશીએ ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડની ‘નેશનલ આયુષ મિશન’ યોજના અંતર્ગત આ લાભ લીધો, તેમને અનુસરતાં ડાંગ સહિત આસપાસના જિલ્લાઓના હજારો ખેડૂતોને પણ આ યોજનાનો લાભ લીધો હતો.
એક સામાન્ય ખેતમજૂર તરીકે પોતાની આજીવિકા રળતા આ મહેનતકશ ખેડૂતને ‘વન અધિકાર અધિનિયમ’ હેઠળ રાજ્ય સરકારે અંદાજિત રૂ. 9 લાખની કિંમતની 1.44 હેક્ટર જેટલી જમીનના માલિક બનાવતાં આ ખેડૂતે નવા જોમ અને જુસ્સા સાથે પોતાનાં ચાર સંતાનો અને પત્ની સાથે સામૂહિક ખેતી કરી આર્થિક પ્રગતિના દ્વારે ટકોરા માર્યા. ખેડૂને આજદિન સુધી અનેક માન, અકરામ, રોકડ પુરસ્કાર, ટ્રોફી-શિલ્ડ, પ્રમાણપત્ર, પ્રશસ્તિપત્ર મળી ચૂક્યાં છે.

