સુરતઃ આઇટીમાં સુરતમાંથી રૂ. 13 હજાર કરોડથી વધુનો રેકોર્ડબ્રેક એડવાન્સ ટેક્સ જમા થયો છે. અલબત્ત આ કલેક્શનમાંથી હજી રિફંડની બાદબાકી થશે, એટલે રૂ. 15 હજાર કરોડનો ટાર્ગેટ બે-ત્રણ દિવસમાં એચિવ થઈ શકે છે. સી.એ. પ્રદીપ સિંઘી કહે છે કે, ટેક્સટાઇલ અને ડાયમંડની સાથે અનેક ઉદ્યોગો વધવા ઉપરાંત પ્રોફેશનલ્સમાં વધારાને પગલે ટેક્સની આવક વધી છે. આ વખતનો એડવાન્સ ટેક્સ ગતવર્ષ કરતાં 14 ટકા વધુ છે, જેને આવકારાયો હતો.

