ગુજરાતનાં તોફાનો વિશેની ડોક્યુમેન્ટરીના બદનક્ષીના કેસમાં બીબીસીને સમન્સ

Wednesday 12th July 2023 06:53 EDT
 
 

નવી દિલ્હીઃ ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટરી સાથે સંકળાયેલા માનહાનિના કેસમાં દિલ્હીની રોહિણી કોર્ટે બીબીસીને નવું સમન્સ પાઠવ્યું છે. રોહિણી કોર્ટે કાયદા મંત્રાલયના માધ્યમથી બીબીસીને સમન મોકલ્યું છે. આ પહેલાં રોહિણી કોર્ટે જ બીબીસીને 3 મેએ નોટિસ મોકલી હતી. આ કેસની આગામી સુનાવણી 18 નવેમ્બરે થશે. માનહાનિના કેસમાં ભાજપના નેતા વિનયકુમાર સિંહે રોહિણી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.


comments powered by Disqus