ઝામ્બિયામાં કાવીના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

Wednesday 12th July 2023 06:07 EDT
 
 

જંબુસરઃ ભરૂચના કાવી ગામના યુવાનનું આફ્રિકાના ઝામ્બિયામાં માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. કાવી ગામનો ત્રીસ વર્ષીય યુવાન પઠાણ સલમાન બસીર સાત મહિના પહેલાં ઝામ્બિયા ગયો હતો અને ત્યાં દુકાન પર નોકરી કરતો હતો. નોકરી પરથી છૂટી તે પોતાના ટુ-વ્હીલર દ્વારા ઘરે પરત ફરી રહ્યો હતો, તે સમયે રસ્તામાં કન્ટેનર સાથે માર્ગ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. ગંભીર ઇજા થતાં સલમાને ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધો હતો. 


comments powered by Disqus