ડાંગ જિલ્લામાં આવેલા ગિરા નદી અને ધોધનું સૌંદર્ય વરસાદ પડતાં જ ખીલી ઊઠે છે. ગિરા નદીનું વહેણ ડુંગરની ફરતે એવી રીતે વહે છે કે જાણે ડુંગરે નેકલેસ પહેર્યો હોય એવો નજારો જોવા મળે છે. આહવાના ગિરમાળ પહેલાં જ આ સૌંદર્યનાં દર્શન થાય છે. અહીંની મનોહર સુંદરતાનો નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

