તુર્કીમાં કાર અકસ્માતમાં ચાર ગુજરાતી વિદ્યાર્થીનાં મોત

Wednesday 12th July 2023 06:07 EDT
 
 

અમદાવાદઃ તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં તુર્કીમાં કિરેનિયા નજીક થયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યાં હતાં. બે કાર અથડાતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બે વિદ્યાર્થી અને બે વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાંં. મૃતકોમાં બે વિદ્યાર્થી પોરબંદરના, એક યુવતી બનાસકાંઠાની અને એક યુવતી વડોદરાની છે.
મૃતકોમાં પોરબંદરના સોઢાણા ગામના પ્રતાપ કારાવદરા અને રાણાકંડોરણાના જયેશ આગઠનો સમાવેશ થાય છે. જ્યારે બનાસકાંઠાના વડગામની અંજલિ મકવાણા અને વડોદરાની પૃષ્ટિ પાઠકનો સમાવેશ થાય છે. પૃષ્ટિની
માતા તુર્કીમાં જ છે અને ત્યાં પૃષ્ટિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.


comments powered by Disqus