ભરૂચઃ દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ વિનિલ એડિટિવ્સ કંપનીમાં ગેસ ગળતર થતાં નજીકમાં આવેલા અંભેટા ગામે લોકોને આંખ-ગળામાં બળતરા થઈ રહી હોવાની ફરિયાદ ઊઠતાં સ્થાનિક રહીશોએ કંપની ખાતે પહોંચી હંગામો મચાવ્યો હતો. તે જ સમયે મોટો ધડાકો થતાં કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. લીકેજ બંધ કરતાં સમયે કંપનીનો પ્લાન્ટ ઓપરેટર ધવલ રાજેશ બારિયા દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. નોંધનીય છે કે ભરૂચ જિલ્લાનાં 71 ગામમાં ગેસ ગળતરનું જોખમ રહેલું છે.

