મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ સારી રીતે આગળ વધી રહી છેઃ પીયૂષ ગોયલ

વેપાર કરારમાં ઇમિગ્રેશનની ચર્ચા બ્રિટિશ નેતાઓની ગેરસમજઃ ભારતીય વાણિજ્ય મંત્રી

Thursday 06th July 2023 08:29 EDT
 
 

લંડનઃ ભારતના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ટેમ્પરરી વર્ક વિઝા અને ઓટોમોબાઇલ્સ અને સ્પિરિટ ઇન્ડસ્ટ્રી ખુલ્લી મૂકવાના મામલે અડચણો છતાં મુક્ત વેપાર કરાર પર યુકે સાથેની મંત્રણા સારી રીતે આગળ વધી રહી છે. ભારત ચોક્કસ સેક્ટરોમાં ટ્રાન્ઝિશન પીરિયડ અને વધુ માર્કેટ એસેસની માગ કરી રહ્યો છે કારણ કે યુકેથી મોટું ભારતીય અર્થતંત્ર આગામી દાયકાઓમાં વધુ વિકાસ કરશે.

ગોયલે જણાવ્યું હતું કે, અમે બે સેક્ટરમાં થોડા મંદ ગતિએ ચાલી રહ્યાં છીએ પરંતુ તેમાં પણ અમે વધુ ઝડપ હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. મને આશા છે કે અમે ટૂંકસમયમાં સારા પરિણામ હાંસલ કરી શકીશું. ભારતીય અર્થતંત્ર 3.5 ટ્રિલિયન ડોલરથી 2047માં 35 ટ્રિલિયન ડોલરનું થવા પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે ઓછી વસતી ધરાવતા યુકેનું અર્થતંત્ર આગામી 25 વર્ષમાં કેટલી પ્રગતિ કરી શકશે...

ગોયલે જણાવ્યું હતું કે અમે યુકેને સ્કોચ વ્હિસ્કી અને ઓટોમોટિવ પર સારી ઓફર આપી છે. અમે આ મામલે ઘણા પારદર્શક છીએ. મને લાગે છે કે તમારી રાજકીય નેતાગીરીમાં કેટલીક ગેરસમજ છે. કોઇ વેપાર કરારમાં ઇમિગ્રેશન અંગે ચર્ચા થતી નથી. ભારત કેટલીક સેવાઓમાં ફક્ત તેના કામદારો માટે સુવિધાઓ ઇચ્છે છે જે સ્થાનિક સ્તરે થઇ શકે છે.


comments powered by Disqus