યુકે નેશનલ એવોર્ડસમાં શેખર અને જેમિમાની ફિલ્મને 4 પુરસ્કાર

Tuesday 11th July 2023 13:12 EDT
 
 

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથ અને ભારતના જાણીતા ફિલ્મ નિર્માતા શેખર કપૂર દ્વારા તૈયાર કરાયેલી ફિલ્મ વોટ ઇઝ લવ ગોય ટુ ડુ વિથ ઇટને યુકે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ખાતે 4 પુરસ્કાર પ્રાપ્ત થયાં છે. જેમિમા અને શેખરની આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ ડિરેક્ટર, શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર અને શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે રાઇટિંગનો એવોર્ડ અપાયો હતો.
શેખર કપૂરે જણાવ્યું હતું કે, આ એક અણધાર્યું સન્માન છે. આ પુરસ્કારો ફિલ્મની સાથે સંકળાયેલી આખી ટીમને મળે છે. શેખર હવે તેમની પ્રથમ ફિલ્મ માસૂમની સિક્વલ બનાવી રહ્યાં છે. જેમિમાએ ટ્વિટર પર તસવીરો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, કોઇને આપવડાઇ કરવાનું ગમતું નથી પરંતુ વાઉઉઉઉઉ...... અમને અમારી ફિલ્મ માટે 4 નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયાં છે. હું ઘણો આનંદ અનુભવી રહી છું. આખી ટીમે જબરદસ્ત કામ કર્યું છે.
શેખર કપૂર અને જેમિમા ગોલ્ડસ્મિથની આ ફિલ્મને 9 કેટેગરીમાં નોમિનેટ કરાઇ હતી જેમાંથી તેને 4 પુરસ્કાર પ્રાપ્ત થયાં છે.


comments powered by Disqus