રાજકોટ નજીક હિરાસર એરપોર્ટનું 16 જુલાઈએ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

Wednesday 12th July 2023 06:06 EDT
 
 

રાજકોટઃ હિરાસર ખાતે રૂ. 1,405 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું આગામી 16 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી એક એવા હિરાસર એરપોર્ટના ધમાકેદાર ઉદઘાટન માટે સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે પીએમ મોદીના પ્લેન લેન્ડિંગ સાથે એરપોર્ટનું અનોખી રીતે લોકાર્પણ કરાય તેવી સંભાવના પણ છે.
હિરાસર એરપોર્ટના ઇન્સ્પેક્શન માટે હાલમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રમોદકુમાર અને ડેપ્યુટી ડાયરેક્ટર સત્યપ્રકાશ રાયની ટીમે એરપોર્ટના રનવે, એટીસી, ફાયર, સિવિલ, એચઆર, ટર્મિનલ બિલ્ડિંગ, સુરક્ષાની વ્યવસ્થા, પેસેન્જર માટેના વેઇટિંગ લોન્જની સુવિધા, અવર-જવર માટેની સુવિધા સહિતના માપદંડોની ચકાસણી કરી હતી.


comments powered by Disqus