સામાજિક સંસ્થાઓ અને તેની પ્રવૃત્તિઓ વિશે વિશેષ ઝૂમ ઈવેન્ટ

Wednesday 12th July 2023 06:53 EDT
 
 

 ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ‘આપણી સામાજિક સંસ્થાઓ અને તેમની કાર્યપ્રવૃત્તિઓ’ સંદર્ભે આઠમી જુલાઇએ વિશેષ ઝૂમ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં વિવિધ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના અગ્રણીઓ જોડાયા હતા. ઈવેન્ટમાં મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ નીરજ સુતરીઆ, નવનાત વણિક એસોસિયેશનના પ્રમુખ દિલીપ મીઠાણી, જૈન વિશ્વ ભારતીના નીતાબહેન બિપિનભાઈ શેઠ, જૈન નેટવર્કના વિજય શેઠ અને વણિક કાઉન્સિલ યુકેના ચેરમેન મનહરભાઈ મહેતાએ ચાવીરૂપ વક્તવ્યો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સૂત્રધારની કામગીરી ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે સંભાળી હતી. આ ઈવેન્ટનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. 


comments powered by Disqus