અમદાવાદ-રાજકોટ ટ્રેન પર પથ્થરમારોઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રવાસ કરતા હતા

Wednesday 13th December 2023 05:42 EST
 
 

રાજકોટઃ 7 ડિસેમ્બરે ગુરુવારે રાજકોટમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ બિલેશ્વર ખાતે અમદાવાદથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેનના સી-4 અને સી-5 કોચ પર કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન પર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સવાર હતા. આ ટ્રેન રાજકોટમાં પ્રવેશે તે પહેલાં જ સ્લમ વિસ્તારમાંથી કોઈ શખ્સોએ તેના પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ આરપીએફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પથ્થરમારા દરમિયાન કોઈને જાનહાનિ થઈ નથી.
અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલા આ પથ્થરમારામાં સી-4 અને સી-5 કોચની કેટલીક બારીના કાચ ફૂટ્યા હતા. આ સિવાય કોઈપણ કોઈપણ વ્યક્તિને ઇજા થઈ નથી. રેલવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus