અમદાવાદ: બાકી લેણાને પગલે લેણદારો દ્વારા બાઇક, કાર જપ્ત કરવામાં આવતું હોય તેવું અવાર-નવાર જોવા મળતું હોય છે. પરંતુ અમદાવાદની સ્પાઈસ જેટ ફલાઈટ દુબઈ પહોંચ પહોંચી ત્યારે લેણદારો દ્વારા નાટ્યાત્મક રીતે એરક્રાફ્ટ જ જપ્ત કરી દેવામાં આવ્યું હતું. રૂપિયા 830 કરોડથી વધુના બાકી લેણા પગલે આ એરલાઇન્સના એરક્રાફ્ટને લેણદારો દ્વારા કોર્ટના આદેશથી જપ્ત કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફ્લાઇટને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્થાને અલ મક્તોરમ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ફ્લાઇટ ડાઇવર્ટ કરવાની સૂચના અપાઈ હતી.

