આગામી 22 જાન્યુ. 2024ના રોજ અયોધ્યા ખાતેના મંદિર શિખર પર પ્રથમ ધ્વજારોહણ દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા યજમાન વૃત્તિ કરનારા દ્વારકાની ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પૂજા કરેલ ધ્વજાજીનું ધ્વજારોહણ કરાશે. 9 ડિસેમ્બરે બ્રહ્મપુરી નંબર 1પાસે આવેલ ધ્વજા પૂજન હોલમાં મંત્રોચ્ચાર સાથે અયોધ્યા રામ મંદિર ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિના સહમંત્રી.મધ્યસ્થ સભાના સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા. આગામી દિવસોમાં ધ્વજાજી દ્વારકાધીશજીના ચરણ સ્પર્શ બાદ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે.

