આણંદમાં રોકાણકારો માટે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ યોજાઈઃ 7 સમજૂતી કરાર એમઓયુ થયા

Wednesday 13th December 2023 04:58 EST
 
 

આણંદઃ રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતના લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર આણંદમાં અમૂલના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પ્રિ-વાઇબ્રન્ટ સેમિનારને કૃષિ મંત્રી રાઘવજી પટેલે, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતમાં ખુલ્લો મુકાયો હતો. આ સેમિનારમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણ માટે કુલ 55 પૈકી 7 સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્ર પુરસ્કૃત મોબાઇલ વેટરનરી યુનિટનું મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus