ઊંચી ઉડાનઃ નિરક્ષર મા-બાપની દીકરી ઉર્મિલા નાયબ કલેક્ટર બની

Wednesday 13th December 2023 05:22 EST
 
 

નેત્રંગઃ સંતરામપુરાના વતની અને હાલ અંક્લેશ્વરના જીતાલી ગામે રહેતા રાઠોડ પરિવારની દીકરી યુપીએસસીમાં 68મો રેન્ક મેળવી નાયબ કલેક્ટર બની છે. નિરક્ષર મા-બાપની દીકરીએ બીએસસીની અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી. તેણે નાયબ મામલતદારનો ઓર્ડર આવ્યો, પરંતુ ઠુકરાવી દીધો હતો અને આજે ડેપ્યુટી ક્લેક્ટર બનવાનું તેનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
પિતાએ ભરત રાઠોડે વ્યાજે નાણાં લઈને દીકરીને ભણાવી તે દીકરી ઉર્મિલા રાઠોડ હાલ વડોદરા જિલ્લાના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવે છે. ઉર્મિલાએ બીએસીસીના પહેલા વર્ષ પછી જીપીએસસીની ભરતી પડતાં જીપીએસસી અને બીએસસી બંનેની તડામાર તૈયારી શરૂ કરી દીધી હતી. પરીક્ષા આપી નાયબ મામલતદારનો ઓર્ડર આવી ગયો હતો, પરંતુ ઉચ્ચ અધિકારી બનવું હતું એટલે એમએસસી સાથે યુપીએસસીમાં તૈયારી કરવા સ્પિપામાં પ્રવેશ મેળવ્યો હતો.


comments powered by Disqus