કરણી સેનાપ્રમુખ સુખદેવસિંહના હત્યારા ચંડીગઢથી ઝડપાયા

Wednesday 13th December 2023 06:26 EST
 
 

નવીદિલ્હીઃ કરણી સેના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના કેસમાં જયપુર પોલીસે અન્ય રાજ્યોની પોલીસની મદદથી બે શૂટર નીતિન ફૌજી, રોહિત રાઠોડ અને તેના મિત્ર ઉધમ સહિત ત્રણની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ અને રાજસ્થાન પોલીસે જોઇન્ટ ઓપરેશનમાં તમામ આરોપીને ચંડીગઢથી ઝડપી લીધા હતા, બાદમાં તમામને ભારે સુરક્ષા વચ્ચે જયપુર લાવવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી છે.  


comments powered by Disqus