નવી દિલ્હીઃ કોંગ્રેસ ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં હાર બાદ નરમ પડી છે. ઉત્તર ભારતમાં કોંગ્રેસ હવે હિમાચલ પ્રદેશને બાદ કરતાં ક્યાંય પોતાની તાકાત પર સત્તા પર નથી. બિહારમાં તે ત્રીજા નંબરની જુનિયર પાર્ટનર છે. તેની પાસે હાલમાં હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક એમ ત્રણ જ મોટાં રાજ્ય છે. આ પરાજયથી ઇન્ડિયા જોડાણમાં કોંગ્રેસની બિગ બ્રધરની ઇમેજને ખરડાઈ છે.
કોંગ્રેસે આ પરાજય પછી તરત બેઠક બોલાવી હતી, જો કે જેડી(યુ) અને ટીએમસી તેમાં હાજર ન રહેતાં આ બેઠક 19મી ડિસેમ્બરે બોલાવવામાં આવી છે. કોંગ્રેસે સંકેત આપ્યા છે કે તે આગામી ચૂંટણીમાં મહારાષ્ટ્ર, યુપી, બિહાર અને બંગાળ જેવા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો માટે તે સીટો છોડવા તૈયાર છે. બીજા શબ્દોમાં કહીએ તો સીટ શેરિંગ અને સંયુક્ત રેલીઓ યોજવા પણ કોંગ્રેસ તૈયાર છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પોસ્ટમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે વિપક્ષી દળો ‘મૈં નહીં, હમ'ની રણનીતિ પર આગળ વધશે.

