પોરબંદર દરિયામાં માંડવીનું જહાજ ડૂબ્યું, 13નો બચાવ

Wednesday 13th December 2023 05:29 EST
 
 

માંડવીઃ કચ્છના માંડવીમાં બનેલા જામસલાયાના વહાણે ખરાબ હવામાનના કારણે જળસમાધિ લીધી હતી. જો કે  તેમાં સવાપ એક ટંડેલ સહિત 12 ખલાસીને બચાવી લેવાયા હતા. માંડવીના અલ નિઝામુદ્દીન 1535ના માલિક હાશમી અલીનું જહાજ પોરબંદરથી 70 નોટિકલ માઈલ દૂર ખરાબ હવામાનના કારણે જળસમાધિ લીધી હતી. જેમાં સવાર તમામ લોકોનો અન્ય એક વહાણ દ્વારા આબાદ બચાવ થયો હતો. મંગળવારે  જામસલાયાના એમએસવી અલ નિઝામુદ્દીન વહાણે પોરબંદરથી 70 નોટિકલ માઈલ દૂર ખરાબ હવામાનના લીધે જળસમાધિ લીધી હતી.


comments powered by Disqus