ડીસાઃ બનાસકાંઠામાં માવઠાના કારણે બટાટા, એરંડા, વરિયાળી સહિત શાકભાજીના પાકોમાં મોટું નુકસાન થયું છે. સમગ્ર ગુજરાતમાં બટાટાંની નગરી તરીકે ઓળખાતા ડીસામાં પણ બટાટાંના વાવેતર બાદ માવઠાના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ડીસાના ખેડૂતોને બટાટાંના પાકમાં વ્યાપક નુકસાન થતાં હવે પોતાના ખેતરો ખેડવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બરે પડેલા માવઠાના કારણે બનાસકાંઠામાં બટાટાં, એરંડા, વરિયાળી સહિત શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે. ડીસા પંથકમાં ખેડૂતોએ માવઠા પહેલાં બટાકાનું વાવેતર કર્યું હતું તેમાં પાણી ભરાઈ જતાં પાક સડી ગયો હતો.

