મુન્દ્રાનું અદાણી પોર્ટ 3 લાખ કન્ટેનરનું સંચાલન કરનારું ભારતનું પ્રથમ ટર્મિનલ

Wednesday 13th December 2023 05:52 EST
 
 

ભુજઃ મુન્દ્રા એપીસેઝ ખાતેના અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલે નવેમ્બર મહિનામાં 3 લાખ કન્ટેનરને સફળતાપૂર્વક હેન્ડલ કરી મહત્ત્વની સિદ્ધિ મેળવી છે, જે ભારતીય દરિયાઈ સીમામાં ઐતિહાસિક ઘટના છે.
એઆઇસીટીપીએલએ નવેમ્બર 2023 માં 97 જહાજોમાં 3,00,431 કન્ટેનર્સ હેન્ડલ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. માર્ચ 2021માં પ્રતિદિન અંદાજિત 10,000 કન્ટેનર્સ હેન્ડલ કરી એક મહિનામાં નોંધાવેલા 2,98,634 કન્ટેનર્સનું સંચાલન કરવાનો રેકોર્ડ અદાણી પોર્ટે પોતે જ વટાવ્યો છે. અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનાં અન્ય બે બંદરો ઘામરા અને એન્નોરે પણ અત્યાર સુધીનું સૌથી વધુ વોલ્યુમ હેન્ડલ કર્યું છે. વિશ્વની સૌથી વધુ ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા પૈકી એક તરીકે ભારતના ઉદ્ભવ વચ્ચે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા ભજવાતી ભૂમિકા અગત્યની છે.


comments powered by Disqus