સુરતઃ હીરાઉદ્યોગ માટે જાણીતા સુરતમાં મંદીના કારણે રત્નકલાકારો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, જી-7 દેશો દ્વારા રશિયન રફ હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેની માઠી અસર સીધી સુરતના હીરાઉદ્યોગ પર પડી રહી છે. નોંધનીય છે કે સુરતના હીરા ઉદ્યોગમાં રશિયાથી રફ હીરાનો 30થી 35 ટકા હિસ્સો આવે છે.

