રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી અને ત્યારબાદ લગ્નપ્રસંગમાં હાજરી આપી રાજકોટથી એસટી બસમાં અમદાવાદ જવા માટે રાત્રે 11:45 વાગ્યે રવાના થયા હતા. સંઘવીએ બસપોર્ટ ખાતે મુસાફરોને મળતી સુવિધાની સમીક્ષા કરી હતી.

