રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 7 હજાર લોકોને આમંત્રણઃ 3 હજાર વીવીઆઈપી

Wednesday 13th December 2023 06:24 EST
 
 

અયોધ્યાઃ 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવશે. આ માટે દેશ-વિદેશના 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આમંત્રિતોની આ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત 3 હજાર વીવીઆઇપીનાં નામ સામેલ છે. આ યાદીમાં ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલીનાં નામ પણ છે. આ ઉપરાંત દેશભરમાંથી 4000 સંત-મુનિઓને પણ આમંત્રણ અપાયું છે.
રામજન્મભૂમિ તીર્થક્ષેત્રે સિનેમા જગતથી કંગના રણૌત, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને ગાયિકા આશા ભોંસલેને પણ આમંત્રણ આપ્યું છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન તાતાને પણ આમંત્રણ મોકલાયું છે. આ સિવાય મીડિયા કર્મચારીઓને પણ આમંત્રણ અપાયું છે.
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, "પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે 50 દેશના પ્રતિનિધિઓને પણ બોલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા 50 કારસેવકના પરિવારને પણ બોલાવવામાં આવ્યા છે.


comments powered by Disqus