પાટણઃ ચાણસ્માના રણાસણ ગામનો 23 વર્ષીય મિત પટેલનો મૃતદેહ લંડનથી તેના વતન લાવવામાં આવ્યો હતો. જુવાનજોધ દીકરાનો મૃતદેહ આવતાં સમસ્ત વિસ્તારમાં શોક ફેલાયો હતો. મિત વધુ અભ્યાસઅર્થે લંડન ગયો હતો. કેટલાક દિવસ અગાઉ યુવાન સાથેનો સંપર્ક અચાનક કપાઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. મિતેે 17 નવેમ્બરે મિતે તેની બહેનના ફોન પર એક રેકોર્ડિંગ મેસેજ મૂકતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો, જે બાદ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો.
મૃતક મિતે તેની બહેનને રેકોર્ડ મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, ‘હું મુશ્કેલીમાં છું, જીવી શકું તેમ નથી.’ આ મેસેજ બાદ મિતનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવતાં વતનમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટના અંગે ઇસ્ટ લંડન પોલીસે આત્મહત્યા કરી હોવાનું જાહેર કર્યું હતું, પરંતુ પરિવારે તેની અપહરણ બાદ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

