યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ગરબાના મૂળ સ્વરૂપ એવા માટીના કુંભની આ તસવીર ખેડા નજીકના ઘડિયા ગામેથી સામે આવી છે. અહીં આવેલા વહાણવટી માતાજીના મંદિરના પ્રાંગણમાં દર બે વર્ષે હજારોની સંખ્યામાં માટીના ગરબા માનતા સ્વરૂપે ચઢાવવામાં આવે છે, જેને લઈને અહીં ‘ગરબાનો ડુંગર' ખડકાયેલો જ રહે છે અને વિસ્તરતો જાય છે.

