અમદાવાદઃ મંગળવારે 12 સપ્ટેમ્બરે વધુ 108 જેટલા પાકિસ્તાની હિન્દુને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. આ નાગરિકત્વ મળવાની સાથે જ સમગ્ર દેશમાં 2016થી સૌથી વધુ 1149 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ પ્રથમ સ્થાને રહ્યું છે. ભારત સરકાર દ્વારા અન્ય દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રમાં રહેતા લઘુમતી હિન્દુ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મના લોકોને ભારતીય નાગરિકત્વ અપાય છે. જે અંતર્ગત મંગળવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 108 લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું.

