રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો રાજ્યભરમાં પ્રચલિત છે, ત્યારે અહીંના રેસકોર્સ મેદાનમાં આ વર્ષે સાતમ-આઠમમાં યોજાયેલા રસરંગ લોકમેળાને 6 દિવસમાં 13 લાખથી વધુ લોકોએ માણ્યો હોવાનો જિલ્લા તંત્રએ અંદાજ બાંધ્યો છે. રવિવારે મેળાનો છેલ્લો દિવસ રજાનો હોવાથી રાઇડ્સ, રમકડાં અને ખાણીપીણીના સ્ટોલ્સ પર ચિક્કાર ભીડ જોવા મળી હતી. આ મેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઊમટી પડ્યા હતા.

