અંબાજીના મેળામાં આ વર્ષે 40 લાખ કરતાં વધુ ભક્તો પહોંચશે

Wednesday 13th September 2023 07:06 EDT
 
 

પાલનપુરઃ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ અંબાજી મેળામાં અંદાજે 40 લાખ યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા જોતા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે કે જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ.
સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું કે 'યાત્રાળુઓની સુવિધાઓ તથા વ્યવસ્થાઓ માટે સરકાર દ્વારા જરૂરી નાણાકીય ફાળવણી કરવામાં આવનાર છે.
ગત વર્ષના આયોજનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વિશાળ ડોમ ઉપરાંત હડાદ અને દાંતા, આ બન્ને માર્ગો પર શૌચાલય અને બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે


comments powered by Disqus