અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરાઈ છે. જેમાં હવે બે ઇન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટના મુસાફરોને ફરી સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં રહે.
અમદાવાદ એરપોર્ટ ખાતે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સમર્પિત ટ્રાન્સફર અને સુરક્ષા તપાસ વિસ્તાર શરૂ કરાયો છે. જેનો હેતુ મુસાફરોની સલામતી વધારવાનો, મુસાફરોનો સમય બચાવવાનો છે. અમદાવાદ એરપોર્ટમાં શરૂ કરાયેલી ઇન્ટરનેશનલ ટુ ઇન્ટરનેશનલ ટ્રાન્સફર સુવિધાથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર મુસાફરોને સીધા જ ડિપાર્ચર હોલ્ડ એરિયામાં જવાની મંજૂરી મળશે. આમ, એરાઇવલ દ્વારા ટર્મિનલમાંથી બહાર નીકળવાની જરૂર નહીં રહે અને જરૂરી તપાસ બાદ એરપોર્ટ પર ફરીથી સીધો પ્રવેશ કરી શકશે.

