કડોદરામાં રૂ.15 લાખની ખંડણી માગી કિશોરની હત્યા કરી દીધી

Wednesday 13th September 2023 07:18 EDT
 
 

સુરતઃ કડોદરાના સત્યમનગરની શિવમ સોસાયટીમાં રહેતા 12 વર્ષીય કિશોરનું અપહરણ કરી રૂ. 15 લાખની માગણી કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બિહારના સુધીર બલેશ્વર મહંતોના 12 વર્ષીય પુત્ર અમરેન્દ્ર ઉર્ફે શિવમનું કેટલાક અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. 8 સપ્ટેમ્બરે રાત્રે સુધીર મહંતો પર કોલ આવ્યો હતો, જેમાં અપહરણકર્તાએ રૂ. 15લાખની ખંડણી માગી હતી.
આ અંગે સુધીરે પોલીસનો સંપર્ક કરતાં કોલ ડિટેઇલ અને લોકેશનના આધારે પોલીસે તપાસ શરૂ હાથ ધરી હતી, જે બાદ એલસીબી અને એસઓજી તપાસમાં જોડાઈ હતી. દરમિયાન શિવમનું અપહરણ સત્યમનગરમાં જ રહેતા સોનુ યાદવ અને મોહન, જીવો, સતિષ અને ઉમંગ નામના યુવકોએ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઉમંગની પૂછપરછ કરતાં તેણે ઉભેંળની ખાડીની બાજુમાં આવેલા નીલગિરિના ખેતર નજીક શિવમની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેને આધારે પોલીસ સ્થળ પર જઈ શિવમનો મૃતદેહ કબજે લીધો હતો.


comments powered by Disqus