નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી હટાવવામાં આવેલા આર્ટિકલ 370ને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી આખરે પૂર્ણ થઈ ગઈ છે. 370 હટાવવા મુદ્દે અનેક અરજીઓ સુપ્રીમમાં થઈ હતી, જેની સતત 16 દિવસ સુનાવણી થઈ. અરજદારોની માગ છે કે 370 ફરી લાગુ કરાય, જ્યારે સરકારે કલમ 370 હટાવવાના સમર્થનમાં દલીલો કરી હતી. એવામાં સુપ્રીમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં પાંચ ન્યાયાધોશની બેન્ચે દલીલને સાંભળી હતી અને પોતાનો ચુકાદો હાલ અનામત રાખ્યો છે. અરજદારોએ દલીલ કરી હતી કે આર્ટિકલ 370 માત્ર બંધારણ સભા દ્વારા જ હટાવી શકાય. હવે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

