જામનગર: કોમનવેલ્થ ગેમ્સના ડ્રેસકોડમાં આ વખતે જામનગરની પ્રખ્યાત બાંધણી જોવા મળશે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના ડાયરેક્ટર અમિતાભ શર્મા દ્વારકાધીશનાં દર્શન માટે ગયા હતા અને તેઓ પરત જતી વખતે જામનગરના એરપોર્ટ ખાતે થોડો સમય રોકાયા હતા અને જણાવ્યું હતું કે આ વખતે કોમનવેલ્થ ગેમ્સના ડ્રેસકોડમાં જામનગરની પ્રખ્યાત બાંધણી જોવા મળશે.

