ગાંધીનગર: અમદાવાદમાં મેટ્રો ટ્રેન સફળતાપૂર્વક શરૂ કરાયા બાદ હવે ગાંધીનગરમાં મેટ્રો દોડતી કરવા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે. 2024માં લોકસભાની ચૂંટણી પહેલા જ એટલે કે એપ્રિલ-મે સુધીમાં ગાંધીનગરમાં મેટ્રો રેલ ટ્રાયલ રન પર દોડતી થઇ જશે. જેમાં એક રૂટ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધીનો રહેશે. તો બીજો રૂટ ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી ગિફ્ટ સિટી સુધીનો રહેશે.

