અમદાવાદઃ દિલ્હી ખાતે જી-20માં આવેલા વિદેશના દિગ્ગજ નેતાઓ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતી ગાયક ઓસમાન મીરે ગુજરાતી સંસ્કૃતિ અને લોકસંગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
દિલ્હી ખાતે જી-20માં વિશ્વના દિગ્ગજ નેતાઓ માટેના ગાલા ડિનરમાં 78 જેટલા કલાકારોએ પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું. આ 78 પૈકી એક એવા ગુજરાતી સિંગર ઓસમાન મીરે પણ ગુજરાત સંસ્કૃતિ અને લોકસંગીત પ્રદર્શિત કર્યું હતું.

