રાજકોટઃ શરદપૂર્ણિમા નજીક આવે ત્યારથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રતિક્ષા હોય કે નરસિંહ મહેતા એવોર્ડ માટે આ વખતે કયા કવિનું નામ જાહેર થશે. નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા દરવર્ષે વિદ્યમાન ગુજરાતી કવિને એનાયત થતા નરસિંહ મહેતા એવોર્ડ માટે કવિ જવાહર બક્ષી, યજ્ઞેશ દવે, રાજેશ વ્યાસ મિસ્કિન અને ઉદયન ઠક્કરનાં નામ જાહેર થયાં હતાં. કોરોનાના કારણે ચાર વર્ષથી આયોજન શક્ય બન્યું નહોતું, માટે એકસાથે ચાર વર્ષના એવોર્ડની જાહેરાત થઈ છે. 28 ઓક્ટોબરે જગદગુરુ શંકરાચાર્ય સંવાદગૃહ, મહુવા ખાતે ચારેય કવિને એવોર્ડ અર્પણ કરાશે.

