અમદાવાદઃ કચ્છના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન જમીન કૌભાંડ કેસમાં હાઇકોર્ટે પ્રદીપ શર્માના જામીન મંજૂર કર્યા છે.
કોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, પ્રદીપ શર્મા સામે 18 વર્ષ જૂનો ગુનો નોંધાયો છે, તેની ફરિયાદ હવે નોંધાઈ છે અને તેની ખાતાકીય તપાસ પણ કરાઈ નથી. તે ગુનાને સાબિત કરવામાં તપાસ એજન્સીએ હજુ સુધી ખાસ પુરાવા ટ્રાયલ દરમિયાન રજૂ કર્યા નથી. અરજદાર પૂર્વ આઇએએસ અધિકારી છે. તેઓ તમામ નિયમોનું પાલન કરશે, આ તમામ પાસાને ધ્યાને લેતાં તેમને જામીન આપવામાં આવે તો કેસને કોઈ નુકસાન નથી.

