સુરતઃ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં 85 કિલોમીટર લાંબો વાયડક્ટ તૈયાર થઈ ગયો છે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પો.નાં સૂત્રોના જણાવ્યા અનુસાર આખો પ્રોજેક્ટ 508 કિ.મી.નો છે. આણંદ-નડિયાદમાં પણ પ્રોજેક્ટનું કામ પૂરજોરમાં ચાલે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડા-થોડા અંતર મળીને કુલ 85 કિ.મી.નો વાયડક્ટ(પુલ) તૈયાર થઈ ગયો છે.

