નખત્રાણાઃ સાતમ-આઠમના પર્વ પર પાટીદાર સમાજની લીસાણી પ્રથા યથાવત્ છે. આ પરંપરાને આગળ ધપાવતાં નખત્રાણાના પાટીદારો 3 હજાર કિલો લાડવા આરોગી ગયા હતા. જન્માષ્ટમીની ઉજવણી માટે નખત્રાણામાં દેશ-વિદેશમાં વસતા પાટીદાર પરિવારો માદરે વતન કચ્છ આવી પહોંચે છે. છેલ્લાં 75 વર્ષથી અહીંનાં 40-50 મોટાં ગામોમાં કચ્છ કડવા પાટીદાર સમાજ સાતમ-આઠમના તહેવારોએ લીસાણી પ્રથા ચલાવે છેય. દેશી ઘી, ચણાની દાળ, ખાંડ, જાયફળ, એલચીનું મિશ્રણ કરી લીસાણીના 3 હજાર કિલો લાડુ બનાવાયા હતા.

