વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમબરે 73મો જન્મદિવસ છે. આ અવસરે તેમને ભેટ આપવા સુરતના એક આર્કિટેક્ટ વિપુલ જયપીવાલાએ તેમનું હીરાજડિત ખાસ પોટ્રેટ બનાવ્યું છે. આ પોટ્રેટમાં 4 અલગ અલગ કલરના 7200 હીરા લગાવ્યા છે. પીએમ મોદી અમેરિકા ગયા ત્યારે તેમણે પ્રેસિડેન્ટ બાઇડેનની પત્નીને હીરાની ભેટ આપી હતી, ત્યારે જ વિપુલને આ વિચાર આવ્યો હતો. બાદમાં વિપુલે પ્રધાનમંત્રીના 20 અલગ અલગ ફોટોગ્રાફ્સ જોઈ 3 મહિનાથી મહેનતથી હીરાજડિત તસવીર બનાવી.

