લંડનઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેરિસના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથેની ચર્ચા દરમિયાન ભાજપ પર નિશાન તાકતાં કહ્યું હતું કે, ભાજપ કોઈપણ કિંમતે સત્તા મેળવવા માગે છે અને તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. શનિવારે પેરિસની સાઇન્સિસ પીઓ યુનિ.માં રાહુલે ભારત જોડો યાત્રા, વિપક્ષી ગઠબંધન દ્વારા ભારતમાં લોકશાહી માળખાને બચાવવા ચાલતી લડાઈ, વૈશ્વિક વ્યવસ્થા સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

