ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને 5 સપ્ટેમ્બરે મુંબઈથી ગાંધીનગર તેમના સત્તાવાર બંગલે લવાયા. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને હરીફરી શકે છે.
મુખ્યમંત્રીના 37 વર્ષીય પુત્રને ગત 30 એપ્રિલે બ્રેઇન સ્ટ્રોક આવતાં એમને કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તત્કાળ બ્રેઇન સર્જરી કરાઈ હતી. બીજા દિવસે 1 મેએ અનુજને એર એમ્બુલન્સ દ્વારા મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરી ફરી બ્રેઇન સર્જરી કરાઈ હતી. ત્યારબાદ તેમને મે મહિનાના ત્રીજા અઠવાડિયે ડોક્ટરોની સલાહ મુજબ મુંબઈની કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી માટે શિફ્ટ કરાયા હતા.

