અમદાવાદઃ મુંદ્રા પોર્ટ ૫૨ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આયાત કન્સાઇનમેન્ટમાંથી રૂ. 26.8 કરોડની કિંમતની વસ્તુઓ જપ્ત કરાઈ છે.
આ કન્ટેનરને યુએઈના જેબેલ અલીથી આયાત કરાયું હતું અને તેમાં સામાન્ય વિગત જ જણાવાઈ હતી. કન્ટેનરમાં એન્ટિક વસ્તુઓ હોવાની બાતમીના આધારે ડીઆરઆઈએ કન્ટેનરને રોકીને તેની તપાસ હાથ ધરી હતી. આ કન્ટેનરને કસ્ટમ્સ સમક્ષ વ્યક્તિગત અસરો માટે અનકમ્પેન્ડ બેગેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
કન્ટેનરની તપાસ દરમિયાન જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન નીકળ્યો હતો. કેટલાક આર્ટિકલ તો 19મી સદીના છે. જપ્ત કરાયેલી વસ્તુઓ પૈકી કેટલીક આઈટમ સોના-ચાંદીની હતી. ઉપરાંત કીમતી પથ્થરોની અણમોલ વસ્તુ પણ હતી.

