ગાંધીનગરઃ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય સહિત દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે સતત મદદરૂપ બની રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે લંડન ખાતે મૃત્યુ પામેલા વૃંદ પટેલના પાર્થિવ દેહને ભારત પરત લાવવામાં સફળતા મળી છે. તેમના આ સેવાભાવ માટે પરિવાર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગૃહ અને એનઆરજી મંત્રીના કાર્યાલયમાં 19 ઓગસ્ટે વ્હોટ્સએપ દ્વારા લંડનમાં મૃત્યુ થયેલા વૃંદ પટેલના મૃતદેહને ભારત લાવવા માટેની રજૂઆત મળી હતી. જેને ધ્યાને લઈ હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરામર્શથી ઘટતી કાર્યવાહી કરી હતી. એનઆરજી વિભાગ દ્વારા આ અંગે લંડન હાઇ કમિશનરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જે બાદ લંડન ખાતે મૃત્યુ પામેલા સ્વ. વૃંદ પટેલની ડેડ બોડીને લંડનથી ભારત લાવવા પરિવહન માટે જરૂરી એનઓસી આપી તમામ કામગીરી પૂર્ણ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવાઈ હતી.
ગાંધીનગરઃ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય સહિત દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે સતત મદદરૂપ બની રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે લંડન ખાતે મૃત્યુ પામેલા વૃંદ પટેલના પાર્થિવ દેહને ભારત પરત લાવવામાં સફળતા મળી છે. તેમના આ સેવાભાવ માટે પરિવાર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.ગૃહ અને એનઆરજી મંત્રીના કાર્યાલયમાં 19 ઓગસ્ટે વ્હોટ્સએપ દ્વારા લંડનમાં મૃત્યુ થયેલા વૃંદ પટેલના મૃતદેહને ભારત લાવવા માટેની રજૂઆત મળી હતી. જેને ધ્યાને લઈ હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરામર્શથી ઘટતી કાર્યવાહી કરી હતી. એનઆરજી વિભાગ દ્વારા આ અંગે લંડન હાઇ કમિશનરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જે બાદ લંડન ખાતે મૃત્યુ પામેલા સ્વ. વૃંદ પટેલની ડેડ બોડીને લંડનથી ભારત લાવવા પરિવહન માટે જરૂરી એનઓસી આપી તમામ કામગીરી પૂર્ણ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવાઈ હતી.

