વેરાવળ: પવિત્ર શ્રાવણના છેલ્લા સોમવારે યાત્રાધામ સોમનાથ ખાતે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો અને સવારે તથા સાંજની આરતીમાં હર હર મહાદેવનો પ્રચંડનાદ ગુંજી ઉઠ્યો હતો. આજે ઉત્તર પ્રદેશન રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહીતના મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી સોમેશ્વર પૂજા કરી ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથ મહાદેવને વિશ્વશાંતિની પ્રાર્થના સાથે ચંદન અને દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યા તેમજ અન્નકૂટનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો.
શ્રાવણના અંતિમ સોમવારે સાંય આરતી સુધીના અંદાજે 40 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતી. સાથે જ પુજાવિધિમાં પર ધ્વજાપૂજન – ધ્વજારોહણ, 45 સોમેશ્વર મહાપૂજન, 620 રૂદ્રાભિષેક, 900 જેટલા પરિવારોએ શ્રાવણ માસ પર્યન્ત ચાલતા મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ 20 હજારથી વધુ આહૂતિ અર્પણ કરી ધન્ય બન્યા હતા.

