સુરતઃ હાલમાં દેશભરમાં ગણપતિ ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે ગણપતિના તહેવારમાં કાપડ માર્કેટમાં મંડપ સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં મોટાપાયે ઉજવાતા ગણપતિના તહેવારને લઈને મંડપ માટેના કાપડનો આ બે મહિનામાં રૂ. 500 કરોડનો વેપાર થયો છે. સુરતમાંથી લાખો મીટર કપડું મહારાષ્ટ્ર સહિત ગુજરાતનાં વિવિધ શહેરોમાં પહોંચ્યું છે.

